ગણતરીના કલાકોમાં આરોપી પકડી કાકોશી પોલીસ ને સોપાયા..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કાકોશી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના નાસતા ફરતા ત્રણ આરોપીઓને પાટણ એલસીબી એ દબોચ્યા..
પાટણ જિલ્લા ના પોલીસ કાકોશી પો.સ્ટે માં ઠાકરાસણ ગામે અદાવતના કારણે અંદરો અંદરની મારામારી થયેલ એક ઇસમની હત્યા મામલે સંડોવાયેલા ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં પાટણ એલસીબી પોલીસે ઝડપી લઇ કાકોશી પોલીસ ને સુપ્રત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના કાકોશી પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૭૦૧૪૨૨૦૩૧૨ ઇ.પી.કો.કલમ-
૩૨૪, ૩૨૩, ૩૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો મારામારી નો ગુનો ગત તા.૦૯/૦૮/૨૦૨૨ ના રોજ નોધાયેલ હતો. અને આ ગુનાના કામે ઇજા પામનાર સાહેદ ઝાલા દિલીપસિંહ રૂપસિંહનાઓને સારવાર હેઠળ લાયન્સ હોસ્પીટલ મહેસાણા ખાતે સારવાર હેઠળ હતા.
જે સારવાર દરમ્યાન તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ મરણ જતા આ ગુનાના કામે ઇ.પી.કો. કલમ-૩૦૨ નો ઉમેરો થતો હોય જેથી આ ગુનાની ગંભીરતાની નોંધ લઇ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ સોલંકી સિધ્ધપુરનાઓએ આ ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને સ્તવરે પકડી પાડવા સુચના કરતા પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./એસ.ઓ.જી તથા કાકોશી પોલીસની સંયુકત ટીમ બનાવવામાં આવેલ જે ટીમને ટેકનીકલ સર્વેલન્સ તથા ટેલીફોનીક લોકેશન તેમજ મળેલ હકિકત આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઠાકોર મુકેશજી ઉર્ફ જસવંતજી બદાજી, ઠાકોર સતીષજી બદાજી, ઠાકોર શાન્તુજી ઉર્ફે કાળુ ગોવાજી ઉર્ફ બીજલજી તમામ રહે ઠાકરાસણ તા.સિધ્ધપુર જી પાટણવાળાઓને પકડી કાકોશી પોલીસ ને હવાલે કરવામાં આવતા આગળની કાર્યવાહી કાકોશી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.