સમગ્ર બનાવવાની મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૧૯ માં હાલોલ શહેરની બહાર ગોધરા બાયપાસ રોડ પર આવેલ હોટલ નવજીવન પાસે એક છકડો રિક્ષા નંબર જીજે ૧૭.વી.વી.૦૯૪૦ ના ચાલકે રસ્તામાં ચાલતા જતા ઉદેસિંહ કશનાભાઈ સોલંકી રહે.કાલોલનાઓને પાછળથી ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેને લઈને જે તે સમયે બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ છકડાના ચાલક સામે નોંધાઈ હતી જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઉદેસિંહ સોલંકી વીમા કંપની આઇ સી.આઇ.સી.આઇ. પાસે પાંચ લાખ રૂપિયાના વળતર માંગ કરી દાવો દાખલ કરી વળતરની માંગ કરી હતી જેમાં અકસ્માતના બનાવ અંગે જે તે સમયે હાલોલ ટાઉન પોલીસે છકડાના આરોપી ચાલક તરીકે હનીફભાઈ મુસાભાઇ મન્સુરી રહે.ફૂલ સૈયદ.આર.ટી.ઓ રોડ ગોધરાનાઓની અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી હતી જેમાં અકસ્માતના વળતર અંતર્ગત વીમા કંપનીની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપી તરીકે હાજર થયેલા હનીફભાઈ મન્સૂરી સામે તપાસ કરાવતા ચોકાવનારી વિગત સામે આવી હતી જેમાં હનીફભાઈ મન્સૂરી પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અકસ્માતના કેસમાં ખોટી રીતે ડ્રાઇવર તરીકે ઉભો રહી આરોપી તરીકે હાજર થઈ લોકોને વીમા ક્લેમ અપાવતો હોવાની માહિતી મળવા પામી હતી જેમાં તેની સામે મોરવા હડફ અને દાહોદ જિલ્લાના પોલીસ મથકોમાં પણ અકસ્માતના આરોપી ચાલક તરીકેના ૩ ગુના નોંધાયા હોવાનો અને તે ગુનાઓમાં તે હાજર પણ થયો હોવાનું ખુલવા પામ્યું હતું જેને લઇ વીમા કંપની દ્વારા રી-ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતા આ ૩ અકસ્માતના ગુના સિવાય તેની સામે અન્ય પોલીસ મથકો જેમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ મથકના અકસ્માતના ૦૫ ગુના,હાલોલનો ૦૧, રાજગઢ ૦૨, ગોધરાના વિવિધ પોલીસ મથકોના ૦૪ ગુના સહિત ખેડા જિલ્લાના સેવાલિયા સહિતના મળી કુલ ૧૯ જેટલા અકસ્માતના ગુના નોંધાયેલા હોવાનું અને તેની સામે તે આરોપી ચાલક તરીકે હાજર થયેલો હોવાની માહિતી સી.આઇ.ડી.ક્રાઈમ ગોધરા દ્વારા વીમા કંપનીને મળવા પામી હતી જેને લઇને વીમા કંપની ચોંકી ઉઠી હતી અને આઈ.સી.આઈ.સી.આઈ. વીમા કંપનીના અમદાવાદ ખાતેના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ મનોજકુમાર મોહનભાઈ શાહ દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકના અકસ્માતના ગુનામાં ખોટા ચાલક આરોપી તરીકે હાજર થઈ વીમા કંપની સાથે છેતરપિંડી કરવાનો કારસો રચનાર આરોપી ચાલક હનીફભાઈ મુસાભાઇ મનસુરી તેમજ છકડાના માલિક જેની સાથે મળી આ સમગ્ર કારચો રચાયો તેવા રવિન્દ્ર જયંતીલાલ સોની રહે એસ-૩ મુક્તાનંદ સોસાયટી, બામરોલી રોડ,ગોધરા સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે હનીફ મુસા મન્સૂરી અને છકડાના માલિક રવિન્દ્ર જયંતીલાલ સોની સામે હાલોલ ટાઉન પોલીસ મથકે ઈ.પી.કો.ની કલમ ૪૦૬,૪૨૦, ૧૨૦(બી) અને ૧૭૭ મુજબ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.