ડેડાણ માં કૉમીએકતા અને ભાઈચારા થી આન બાન અને શાન સાથે મોહરમ ની ઉજવણી કરવામાં આવી

ડેડાણ માં હર વર્ષ ની માફક આ વર્ષે ઇસ્લામ ધર્મ ના પવિત્ર ત્યોહાર મોહરમ ની ઉજવણી કરાય.

જેમાં રાજવી પરિવાર તેમજ ડેડાણ ગામનું ગૌરવ એવા રાજુદાદા શાસ્ત્રી.અમરધામ આશ્રમ ના મહંત દેવેન્દ્ર દાસ બાપુ.તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ કરણ પટેલ. સહીત મોટી સંખ્યા માં હિન્દૂ મુસ્લિમ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

ઇસ્લામ ધર્મ ની રક્ષા માટે કરબલા ના મેદાનમાં શહીદી વ્હોરાનાર હજરત ઇમામ હુસેન ની યાદમાં મહોરમ માનવામાં આવે છે

જેમાં ડેડાણ માં દસ દિવસ મિલાદ શરીફ તકરીર અને ન્યાજ ના કાર્યકમ હોય છે

તેમજ દસમી મહોરમ ને દિવસે કલાત્મક તાજીયા સાથે ભવ્ય જુલુસ કાઢી માતમ માનવામાં આવે છે જેમાં કૉમીએકતા ના દર્શન થાય છે અને જુલુસ દરમિયાન ઠેર ઠેર ચા પાણી અને સરબત તેમજ નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવે છે અને મુસ્લિમ બિરાદરો સાથે દરેક સમાજ ના લોકો હાજરી આપે છે જેમાં ડેડાણ રાજવી પરિવાર. બ્રહ્મ સમાજ. પટેલ સમાજ. કોળી સમાજ. સાધુ સમાજ.કાઠી સમાજ. સહીત ના દરેક સમાજ ના લોકો ઉપસ્થિત રહે છે અને મોહરમ ની ઉજવણી કરે છે આ તકે ખાભા PSI ગઠવી સાહેબ ના તેમજ પીલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો