આજ રોજ એરાલ ગામમાં એરાલ પ્રીમિયર લીગ સીઝન 2 નુ આયોજન યુવા અને ઉત્સાહી સરપંચ જયદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 200 કરતા વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 18 જેટલી ટીમો બની હતી આઈ. પી. એલ. પ્રમાણે ખેલાડીઓની વહેંચણી થઈ હતી અંતે 18 ટીમો અલગ અલગ યુનિફોર્મ સાથે મેદાનમાં ઉતરી હતી. દરેક ટીમોએ સારુ પ્રદર્શન કર્યું હતું અને અંતે ગ્રુપ A ની ફાઇનલમાં જગદીશ ભાઈની મહાકાલ ઇલેવન અને ઈમ્તિયાઝ ભાઈની કે. કે.આર.ઇલેવન આવી હતી. જેમાં જગદીશભાઈ ની મહાકાલ ટીમનો વિજય થયો હતો. આખી ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરવા બદલ અરબાઝ ભાઈને મેન ઑફ ઘ સિરીઝ અને ફાઇનલમાં સારુ પ્રદર્શન કરવા બદલ સદ્દામભાઈને મેન ઑફ ઘ મેચ આપવામાં આવી હતી.ગ્રુપ B ની ફાઇનલ માં સુરેશભાઈની શ્રીજી ઇલેવન અને જયદીપસિંહની ભાથીજી સરકાર આવી હતી. જેમાં શ્રીજી ઇલેવનનો વિજય થયો હતો. અને ચાર મેચમાં 400 થી વધુ રન કરનાર હરેશભાઇ ભરવાડને મેન ઑફ ઘ મેચ અને મેન ઑફ ઘ સિરીઝ એરાલ સ્ટેટના દરબાર શ્રી હેરી બાપુ દ્વારા એનાયત કરવામાં આવી હતી.આવી જ રીતે ગામમાં આવું આયોજન થતું રહે તેવી આશા સાથે દરેક ખેલાડી મિત્રોએ સરપંચ શ્રીજયદીપસિંહ નો આભાર માન્યો હતો.