પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માં તારીખ ૨/૮/૮૬ થી રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પ્રદીપ કુમાર બાબુલાલ તેઓને સંસ્થા નોકરી ના સમય દરમ્યાન આઠ કલાકની કામગીરી કરવા છતાં સંસ્થા દ્વારા તારીખ ૧/૬/૧૨ ના રોજ થી નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છૂટા કરી દેતા અરજદારે નોકરીની દાખલ તારીખથી છૂટા કર્યા તારીખ સુધી સળંગ અતૂટ નોકરી કરી પ્રત્યેક વર્ષમાં૨૪૦ દિવસ કરતા વધારે નોકરી કરી હોવા છતાં તેઓને કોઈ નોટિસ નોટિસ પગાર બેકારી વળતર કે ખાતાકીય તપાસ કર્યા સીવાય આઈ ડી એકટ કલમ ૨૫ એચ અને ૨૫એફ નો ભંગ કરી છુટા કરી દેતા કામદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ શ્રી એ એસ ભોઈ નો સંપર્ક કરી તેમને થયેલ અન્યાય બાબતે ન્યાય મેળવવા માટે મજુર અદાલત ગોધરા ખાતે આઈડી એક ની કલમ ૧૦(૧) હેઠળ પડેલા દિવસોના પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા નામદાર મજુર અદાલત ગોધરા જી પંચમહાલ સમક્ષ વિવાદ ઉપસ્થિત કરે જે વિવાદ ચાલી જતા અરજદાર તરફે ફેડરેશનના એડવોકેટ શીતેષ ભોઈ તથા વૈભવ ભોઈ અદાલત સમક્ષ હાજર રહી દલીલો કરતા તે દલીલો ગ્રાહ્ય રાખી અદાલતના પ્રમુખ અધિકારી હિતેશકુમાર આર મકા દ્વારા તારીખ ૨૭/૧૦/૨૩ના રોજ આંક ૨૩ થી હુકમ જારી કરી શ્રમયોગી પી બી ચૌહાણને નોકરીમાંથી છૂટા કરવાનું પગનું ઘેર વ્યાજબી ઠેરવી તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા તથા રેફરન્સ ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ ચૂકવવાનો આદેશ કરેલ છે જે આદેશથી ચૌહાણ પરિવાર તથા આનંદની લાગણી પ્રવૃત્તિ છે