ડીસામાં વીસેક દિવસ અગાઉ મુખ્ય બજારમાંથી વૃદ્ધાને છેતરીને દાગીના લૂંટી જનાર બે શખ્સ માંથી એક શખ્સ ની ડીસા ઉત્તર પોલીસે અટકાયત કરી છે..
બંને શખ્સો અલગ પ્રકાર ની મોડસ ઓપરેનડી થી મહિલાઓ ને લાલચ આપી લૂંટતા હોવાના અનેક ગુના આરોપીએ કબુલ કર્યા છે..
ડીસા તાલુકા ના નાની આખોલ ગામે રહેતા સંજના બેન દરબાર વીસેક દિવસ અગાઉ માલસામાન ની ખરીદી કરવા માટે ડીસા ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઊતરીએ તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા..
તે સમયે અજાણ્યા બે શખ્સો રસ્તો પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા હતા..
તે દરમિયાન વાતોમાં લલચાવી, વિશ્વાસમાં લઈ મહિલાના દાગીના રૂમાલમાં રખાવી દીધા હતા..
અને ત્યાર બાદ બંને શખ્સો મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલ ની પોટલી બદલી દાગીના ભરેલી પોટલી લઈ છૂ મંતર થઈ ગયા હતા..
ત્યાર બાદ મહિલાએ તેની પાસે રહેલી રૂમાલની પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા, જેથી મહિલાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી..
જે અંગે ડીસા ઉત્તર પોલીસ મથક ના પીઆઇ વી.એમ. ચૌધરી ના માર્ગદર્શન પોલીસ ટીમે તપાસ હાથ ધરી..
ડીસા તાલુકા ના ઢૂંવા ગામના કિશકલ જેઠાભાઈ દેવીપૂજક ને ઝડપી લીધો હતો..
પોલીસે તેની પૂછપરછ કરતા અલગ પ્રકાર ની મોડસ ઓપરેનડી જણાવી હતી, જેમાં ઝડપાયેલો શખ્સ તેના મિત્ર શક્તિ દરગાભાઈ સલાટ સાથે મળી બંને મુખ્ય બજાર માં મહિલાઓ ની રેકી કરી તેને રસ્તામાં ઉભી રાખી રડતા રડતા જણાવતો કે મને મારા શેઠે નોકરી માંથી છૂટો કરેલો છે અને મારે અમદાવાદ જવું છે..
આ દરમિયાન બીજો શખ્સ ત્યાં આવી કેમ ભાઈ મહિલાને હેરાન કરે છે, તેમ પૂછતો જેથી તે કહેતો કે મારી પાસે શેઠના પૈસા નું બંડલ છે તે તમારી પાસે રાખો..
તે દરમિયાન બીજો શખ્સ મહિલા ને કહેતો કે તમારા દાગીના કાઢીને રૂમાલમાં મૂકી દો આ ભાઈ ઉપર મને વિશ્વાસ નથી, જેથી મહિલા તેના દાગીના ઉતારી ને રૂમાલમાં બાંધી દેતી હતી..
ત્યાર બાદ ઉપર 500 ની એક નોટ રાખેલું નકલી બંડલ બતાવી મહિલાને લાલચમાં લાવી દાગીના બાંધેલો રૂમાલ યુક્તિ પ્રયુક્તિથી બદલાવી ને ફરાર થઈ જતા હતા..
આ પ્રકારની મોડસ ઓપરેન્ડી થી અનેક મહિલાઓ ને છેતરી હોવાનું તેને પોલીસ સમક્ષ કબૂલ્યું હતું..
જેથી પોલીસે બીજા આરોપી શક્તિ સલાટની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે..
નીરજ બોડાણા બનાસકાંઠા