દીવસે તંત્ર ની ધોસ વધતા રેતી માફીયાઓ રાત્રી ના અંધકાર મા સક્રિય બની રાત્રે રેતી ભરી એક ઠેકાણે સ્ટોક કરી સવારે હેરફેર કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.કાલોલ ની સ્મશાનભૂમિ પાસે ગેરકાયદેસર રીતે ખનન ને કારણે માફીયા ઓ ના પાપે જળના સ્તર તો જમીનમાં ઉતર્યા પરંતુ નદી કાંઠે આવેલા વૃક્ષો ને પણ જડમૂળ થી ઊખેડી પર્યાવરણ નો નાશ કરેલ છે અને મોટા મોટા ખાડા પાડી દીધા છે છેક સ્મશાન સુઘી આવી ગયેલ માફીયાઓ ને જો અટકાવવામાં નહિ આવે તો એક દીવસ સ્મશાન ની દીવાલ પડી જાય તેવી શક્યતા વધી ગઈ છે આ અંગે હિંદુ સંગઠનો અને સ્થાનીક આગેવાનો દ્વારાવારંવાર રજુઆત કરેલ છે અને તંત્ર દ્વારા દસેક દિવસ પહેલા એક ટ્રેક્ટર ઝડપી પાડેલ છે. શુક્રવાર ની મઘ્ય રાત્રી એ રાતે એક વાગ્યે કાલોલ ના મામલતદાર વાય જે પુવાર અને તેઓની સાથે ખાણ ખનીજ વિભાગ ના માઈનિંગ સુપરવાઈઝર પૃથ્વીરાજ ચૌહાણ ની ટીમ દ્વારા રાત્રીના સુમારે થતા બેફામ ખનન ને અટકાવવા સંયુકત ઓપરેશન માં કાલોલ સ્મશાન પાસે ગેરકાયદેસર રીતે રેતી ભરી જતુ એક ટ્રેક્ટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રૂ ૫ લાખ નો મુદ્દામાલ કબજે કરી અને ટ્રેક્ટર મામલતદાર કચેરીમાં મુકાવેલ ટ્રેક્ટર ચાલક સંજય નાયક અને માલીક કાલોલ ના મહેશભાઈ મકવાણા નુ હોવાનુ જાણવા મળેલ છે.વહિવટી તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરતા રાત્રી ના અંધકાર મા ખનન કરતા માફીયાઓ મા ફફડાટ ફેલાયો છે.