દર વર્ષે માગસર સુદ એકાદશી ગીતા જયંતી તરીકે ઉજવાય છે. ત્યારે ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગીતા જયંતિ ઉજવણી કરી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ગીતા કઈ રીતે ઉપયોગી નીવડે શકે છે. તેના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજાવ્યું હતું.

ભગવદ ગીતા એટ્લે જીવનનો સાર. જેમાં જીવન જીવવા માટેની રીત વિષે વાત કરવામાં આવી છે. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં સંબધોની સીમાઓ વચ્ચે યુધ્ધ લડતો હતો ત્યારે, પોતાના સામે હથિયારો ઉગામવામાં તે અચકાતો હતો. ત્યારે કૃષ્ણે તેને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જેમાં વ્યક્તિના કર્મો વિષે વાત કરી હતી.

તેમજ અર્જુનને કહ્યું હતું કે, કર્મો કર ફળની ચિંતા નહીં કર…તું પોતાના સામે હથિયાર ઉગામીસ તો એ તેમના કર્મોનું ફળ છે…બસ આ ઉદેશ્ય સાથે ગુજરાત શિક્ષણ મંત્રી દ્વારા ગીતા જયંતિના દિવસે ભગવદ ગીતાને અભ્યાસક્રમનો ભાગ બનાવાયો છે. જે અંતર્ગત આજે ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સૌપ્રથમ ભગવદગીતાનું ગીત રજૂ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ વક્તવ્ય આપી શ્રીમદ ભગવદ ગીતાના લોકોનું મુખપાઠ ગાન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક વિભાગ સમિતિના મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા ભગવત ગીતાનું જીવનમાં શું મહત્વ છે અને લોકોના જીવનમાં તે કંઈ રીતે ઉપાયોગી બને છે તે વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.