લાઠીમાં એસટી કંટ્રોલ પોઇન્ટ પર ટિકિટ ચેકિંગ દરમિયાન ચેકિંગ અધિકારી દ્વારા નિયમોને નેવી મૂકવામાં આવતા પગલાં લેવાની માંગ અથવા પામી છે વાહન ચેકિંગ દરમિયાન અન્ય વાહનો પ્લેટફોર્મ પર મૂકવાના બદલે આડેધડ મૂકી દેવામાં આવતા અવ્યવસ્થા સર્જાય હતી મળતી માહિતી પ્રમાણે આજરોજ એસટી લાઈન ચેકિંગ અધિકારી વાહન લઈને લાઠી કન્ટ્રોલ પોઇન્ટ પર ટિકિટ ચેકિંગ ની કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન અન્ય વાહનો પ્લેટફોર્મ પર મૂકવાના બદલે આડેધડ મૂકી દઈ અવ્યવસ્થા સર્જી હતી. ત્યારે અમરેલી વિભાગની નિયામક દ્વારા આ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે બીજી તરફ લોકોમાં એવી પણ ફરિયાદ ઉઠવા પામી છે કે લાઠી કન્ટ્રોલ પોઇન્ટ અધતન બનાવવામાં આવ્યું છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે