વઢવાણના નાના કેરાળા ગામના કિર્તીસિંહ ભૂપતસિંહ ડોડીયાએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.ના રાજેશકુમાર બેચરભાઇ ડાભી પાસેથી વાહન ખરીદવા માટે તા.22-2-16ના રોજ લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા કિર્તીસિંહે તા.10-3-18ના રોજ રૂ2,19,926નો ચેક લખી આપ્યો હતો. જે નાણાના અભાવે રિટર્ન થયો હતો.આથી રાજેશભાઇએ વકીલ આર.એસ. સાપરા મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં બન્ને પક્ષોને સાંભળ્યા બાદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરેન્દ્રનગર વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી કિર્તીસિંહ ડોડીયાને ગુનામાં તક્સીરવાર ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરિયાદીને વળતર રૂપે રૂ.2,19,926 ચૂકવવા હુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદનો હુકમ કર્યો હતો.