ઇકોનૉમિક અફેન્સિસ વિંગ (EOW)ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલિનની પુછપરછ કરી હતી. હવે આ ઘટનામાં વળાંક આવ્યો છે. તપાસ ટીમના એક સિનિયર પોલીસ ઓફિસરે દાવો કર્યો છે કે, અક્ષય કુમાર અને સલમાન ખાને જેકલિનને સુકેશથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ એક્ટ્રેસે આ બંનેની વાતને નજર અંદાજ કરી હતી અને જેકલિને આ બન્ને એકટર ને એવું જણાવ્યું હતું કે, સુકેશ એક બિઝનેસમેન અને રાજકારણી છે અને પોતે તેની સાથે લગ્ન કરવા માગે છે.

સુકેશે જેકલિનના મેનેજરને પણ બાઈક ગિફ્ટ કરી હતી ફ્રી પ્રેસ જર્નલના એક રિપોર્ટ મુજબ, દિલ્હી પોલીસની ઇકોનૉમિક અફેન્સિસ વિંગના વડા રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, જેકલિનને તેના સહ કલાકારોએ પણ સુકેશની ઝાળમાં ન ફસાવવાની સલાહ આપી હતી, તેમ છતાં જેકલિને કોઈની વાત માની ન હતી અને તેની સાથેનો સંપર્ક પણ યથાવત રાખ્યો હતો. જેકલિન ઠગ સુકેશને મળવાનું ચાલુ રાખ્યું અને તેની પાસેથી મોંઘી ભેટ પણ લેતી રહી હતી. જેકલિનને પ્રભાવિત કરવા માટે સુકેશે તેના મેનેજર પ્રશાંતને ડુકાટી બાઇક પણ ગિફ્ટ કરી હતી જે હવે જપ્ત કરવામાં આવી છે. આ બાઇકની કિંમત 8 લાખ રૂપિયા છે.

એક રિપોર્ટ અનુસાર, જેકલિને EOWને પણ કહ્યું હતું કે, સુકેશ તેનો સપનાનો રાજકુમાર હતો અને તેની સાથે લગ્ન કરવા પણ માગતી હતી. EDની પૂછપરછમાં જેકલિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેકલિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. આ રિંગમાં J અને S બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, જેકલિને એ પણ સ્વીકાર્યું હતું કે, તેણે સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લીધી હતી. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું.

 સુકેશે જેકલિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનના શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેકલિનની માતાને પોર્શ કાર આપી હતી.