પાવીજેતપુરમાં સીસીઆઈ એ કપાસની ખરીદી શરૂ કરી ૬૯૭૦ નો ભાવ પડતા કિસાનોમાં રાહત

           પાવીજેતપુરમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૂ કરી ૬૯૭૦ જેટલો પોષણક્ષમભાવ પડતા કિસાનોમાં રાહત જોવા મળી રહી છે. પરંતુ હજુ વધુ કપાસનો સારો ભાવ મળે તેમ કિસાનો ઈચ્છી રહ્યા છે. 

            છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી જય માવઠું થતાં ધરતી પુત્રોને ખેતીમાં કોઈ બરકત આવતી નથી ત્યારે આ વખતે કપાસ સારો દેખાઈ રહ્યો હતો પરંતુ માવઠું થઈ જતા કપાસ ના પાકને ભારે નુકસાન થયું છે. કપાસ નો ભાવ બજારમાં વેચવા જતા ખૂબ ઓછો મળતો હોય ત્યારે ધરતીપુત્રોને કાળી મજૂરી કર્યા બાદ વળતર યોગ્ય ન મળતા રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. ત્યારે પાવીજેતપુર તાલુકાના કિસાનોને પોતાના કપાસનો ભાવ યોગ્ય મળી રહે તે હેતુ સર ૨૦ ડિસેમ્બર ના રોજ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. સીસીઆઈ ખરીદી કરનાર છે જે અંગેની બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં ન આવ્યો હોવાના કારણે કપાસના સાધનો ખૂબ ઓછા જોવા મળ્યા હતા. પરંતુ કપાસ નો ભાવ ૬૯૭૦ પાડવામાં આવતા કિસ્સામાં રાહત જોવા મળી રહી છે. સીસીઆઇ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ધરતીપુત્રોએ નવી ૭/૧૨, ૮/અ, આધારકાર્ડ જે ખાતા સાથે લિંક હોય તે એકાઉન્ટ નંબર, જે જમીનમાં કપાસ કર્યો હોય તેનો તલાટી નો દાખલો વગેરે ડોક્યુમેન્ટ્સ લઈને પોતાનો કપાસનો વેચવા આવવા માટે સીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

            આ વર્ષે એકંદરે કપાસ સારો દેખાતો હતો પરંતુ માવઠું થતા કપાસના પાકને પણ ભારે નુકસાન થયું છે. એ કપાસને ખેતરમાંથી બહાર કાઢવા માટે આઠ રૂપિયા કિલો ના થતા હતા તે જ કપાસના ૨૨ થી ૨૩ રૂપિયા કિલોના ચૂકવવા પડે છે. આટલી મોંઘવારી થઈ ગઈ હોય ત્યારે ટેકાના ભાવ હાલ મળી રહ્યા છે. પરંતુ ધરતી પુત્રો હજુ વધુ સારા ભાવ મળે તેમ સિસીઆઇ પાસે આશા લગાવી બેઠા છે.