વિરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલખાતા દ્વારા સ્થાનીકોના ખેતરના ઉભા પાક ઉપર સ્ટેન્ચ બનાવવાની આડમાં અધિકારીઓ દ્વારા જેસીબી ફેરવી દેતા ખેતરોમાં ભારે નુકશાન થયું હતુ જેને લઈને ગામના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જંગલખાતાની કામગીરી રોકવા અનુરોધ કર્યો હતો મળતી વિગતો અનુસાર ચીખલી નવી વસાહતના ગામે પોતાની માલીકીના ખાતા નં ૪૧/૧,૪૩/૨,૪૩/૩,૪૩/૩૫,૩૪,૩૩ સદર માલીકના પરિવારના ભોગવટા વાળી જમીન અને ખેતરો આવેલા છે ખેડૂતો છેલ્લા ૫૦ વર્ષથી વધારે સમયથી ત્યાં પોતાની જમીન પર ખેતીપાક કરતા આવ્યા છે ત્યારે અચાનક જંગલ વિભાગના અધિકારીઓ વગર નોટીસ કે જાહેરાત આપ્યા વગર ઉભા પાક પરની જમીન પર સ્ટેન્ચ બનાવવાની કામગીરી માટે જેસીબી ફેરવી નુકશાન પહોંચાડી ખેડૂતોને નોંધારા બનાવી દીધા હતા ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવા તેમજ માલીકીની જમીન પર ગેરકાયદેસર જંગલખાતાના સ્ટેન્ચ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરી અટકાવવામાં આવે તેમજ ન્યાય મળે જેને લઈને વિરપુર મામલતદાર કચેરી ખાતે મામલતદારને ચીખલી નવી વસાહતના ખેડૂતોએ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે...