❤પોલીસે રાષ્ટ્રીય ગૌરવ નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી બગસરામા નદીપરા વિસ્તારમા રહેતા એક યુવકે પોતાના મકાન પર એક જ ધ્વજ દંડ પર મહોરમના નિશાનવાળા ધ્વજની નીચે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને અપમાનજનક સ્થિતિમા રાખતા તેની સામે બગસરા પોલીસ મથકમા ગુનો નોંધાયો છે . અહીના નદીપરા વિસ્તારમા રહેતા ઇમ્તીયાઝ ઇસ્માઇલભાઇ બીલખીયા ઉ.વ .૪૦ નામના યુવકે પોતાના મકાનમા પીલોરને અડીને દિવાલ પર એક જ ધ્વજ દંડ પર મોહરમ પ્રસંગે ફરકાવવામા આવેલ મહોરમની નિશાનવાળા ધ્વજની નીચે રાષ્ટ્રધ્વજ લગાવી ફરકાવવામા આવ્યો હતો . રાષ્ટ્રના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજને આ રીતે અન્યધ્વજની નીચે રાખી ફરકાવતા તેની સામે ભારતીય દંડ સંહિતા ભાગ -૨ મા કરેલ ઉલ્લેખમા નિર્દશીત કલમ -૨ હેઠળ રાષ્ટ્રધ્વજને અપમાનજનક સ્થિતિમા રાખેલ હોય પોલીસે ગુનો નોંધ્યો હતો . આ બનાવની હેડ કોન્સ્ટેબલ એસ.બી.ખાચર આગળની તપાસ ચલાવી રહ્યાં છે રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं