લખતર પોલીસની ટીમે મોડી રાત્રીએ રેગ્યુલર નાઈટ પેટ્રોલિંગ સમયે મળેલ બાતમીના આધારે સવલાણા-કેસરિયા વચ્ચે વોચ ગોઠવી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં લખતર પીએસઆઇને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યાંથી આરોપી ગાડી લઈને નાસતા પોલીસની ટીમે દૂર સુધી પીછો કર્યો હતો. આરોપી દૂર ગાડી મૂકી નાસી જતા ગાડી અનેવિદેશી દારૂનો જથ્થો લખતર પોલીસને હાથે લાગ્યો હતો.લખતર પીએસઆઈ એન.એ.ડાભી તેમજ કમલેશભાઇ વાઘેલા સહિતની ટીમ રેગ્યુલર નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીએસઆઇને એક ગાડી દારૂનો જથ્થો ભરી નીકળનાર હોવાની બાતમી મળતા સવલાણાથી કેસરિયા જવાનાં રસ્તે વોચ ગોઠવી હતી. આ રસ્તે બાતમી મુજબની સફેદ કલરની ગાડી દેખાતા તે ઊભી રાખવા ઇસારો કરતા ચાલકે ગાડી ભગાવી મૂકી હતી. બાદમાં લખતર પોલીસની ટીમે ગાડીનો પીછો કર્યો હતો. ત્યારે ઝેઝરી ગામ નજીક ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. ત્યારબાદ લખતર પોલીસે તપાસ કરતા સફેદ કલરની ડી મેક્ષ ગાડી કિં.રૂ.2,00,000 તેમજ ગાડીમાંથી 600 નંગ બોટલ દારૂ३.4,27,700નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.