કમલ હાઇસ્કુલ પીપલોદ ની વિદ્યાર્થીનીઓ દ્વારા ગૌદ્રવ્ય માંથી બનેલી રક્ષા સૂત્રને વાઘા બોર્ડર આપણા સૈનિકોને મોકલી અને સૈનિકોનો જુસ્સો વધાર્યો. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )  પ્રાપ્ત માહિતી અનુસાર ક.મ.લ.હાઈસ્કૂલ પીપલોદ દેવગઢ બારીયા તાલુકાની ખૂબ જ નામાંકિત સ્કૂલ છે પીપલોદ વિસ્તારના લગભગ 1000 થી વધારે બાળકો આ શાળામાં ભણી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કમલ હાઈસ્કૂલ પીપલોદની બહેનો દ્વારા આપણા સરહદના સૈનિકો માટે રક્ષા સુત્ર મોકલવાનો નિર્ણય કર્યો.

કમલ હાઈસ્કૂલ પીપલોદના 9 થી 12 ના ની તમામ વિદ્યાર્થીનીઓએ આપણા દેશની રક્ષા માટે સરહદ ઉપર રહેલા સૈનિકો માટે રક્ષા સૂત્ર મોકલી છે.કમલ હાઈસ્કૂલ પીપલોદની સૌ બહેનોએ મળીને લગભગ 181 ની આસપાસ વાઘા બોર્ડર ના સૈનિકો માટે રક્ષા સૂત્ર મોકલવા માટે વ્યવસ્થા કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે કમલ હાઈસ્કૂલ પીપલોદ ની બહેનોની અને મૃણાલીબેન દીવાકર ભાઈ પટેલ તથા મિત્રોની થઈ કુલ 181 રક્ષા સૂત્ર સ્પીડ પોસ્ટ દ્વારા વાઘા બોર્ડર અમૃતસર રવાના કરેલ છે જે ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય છે આપણા સૈનિકો આ રક્ષા સૂત્ર બાંધીશે અને બહેનોને યાદ કરશે એવું કમલ હાઈસ્કૂલ પીપલોદના આચાર્યશ્રીએ જણાવ્યું હતું.