સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત પીએસઆઈને સારવાર માટે રાજકોટ લઈ જવાયા છે. આ ઘટનામાં પોલીસ જીપ લઈને જઈ રહેલા પીએસઆઈ વી.ઓ.વાળા પર હુમલો કરવામાં આવ્યો હતો.મોટી મોલડી બસ સ્ટેશન પાસે અજાણ્યા ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. પથ્થરમારો કરવામાં આવતા જીપના કાચ તૂટી ગયા હતા. અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે ચોટીલાના નાની મોલડી પીએસઆઇ ઉપર રાત્રી દરમિયાન પોલીસ ઉપર હુમલાની ઘટનાથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જાણવા મળતી વિગત પ્રમાણે રાત્રે ચોટીલાના નાની મોલડી પીએસઆઇ પેટ્રોલીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન મોટી મોલડી બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા શખ્સોને ઉભા રખાતા પોલીસની જીપ ઉપર પથ્થરમારો કરીને જીપના કાચ પણ તોડી નાખ્યાં હતા. તેમજ પીએસઆઇના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘાતક હુમલામાં પીએસઆઇને ઈજાઓ પહોંચી હોવાથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી જઇને હુમલો કરીને નાસી ગયેલા અજાણ્યા હુમલા ખોરો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરાઇ છે. ત્યારે ચોટીલાના નાની મોલડી પીએસઆઇ ઉપર રાત્રી દરમિયાન હુમલો પોલીસ ઉપર હુમલાની ઘટનાથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર જિલ્લામાં આ ઘટનાના પગલે ભારે ચકચાર મચી છે.આ અંગે નાની મોલડી પીએસઆઇ વી.ઓ.વાળા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાત્રે મારી ઉપર હુમલાનો બનવા બન્યો હતો, જેમાં હુમલો કરીને હુમલાખોરો નાસી ગયા હતા. તેમજ મને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં જવું પડ્યું હતું. ત્યારબાદ સારવાર લઈને મને હાલ હોસ્પિટલમાંથી રજા આપી હોવાથી હું ઘરે આવી ગયો છુ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી ઉપર હુમલો કરનારા બે ઈસમો મોટી મોલડીના અને બે રાજકોટ તરફના હતા. તેમજ કુલ ચાર હુમલાખોરો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહીની કામગીરી શરૂ કરવામાં આવી છે.