- 800 વર્ષ થી રક્ષાબંધનનું પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવાય છે
ભાઈ બહેનના પવિત્ર બંધન અને સંબંધ એટલે બળેવ રક્ષાબંધન આજે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધી તહેવાર ઉજવે છે પરંતુ ગુજરાતનું એક ગામ જ્યાં રક્ષાબંધનનું પર્વ છેલ્લા 800 વર્ષથી ઉજવાતું નથી અને રક્ષાબંધનનું પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવણી થાય છે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામ આ ગામમાં પાછલા 800 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થતી નથી અને તેની પાછળનો ઇતિહાસ પણ ગ્રામજનો પાસે પેઢી દર પેઢી સચવાયેલો છે ગોધાણા ગામના ઇતિહાસની વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ગામમાં હરીફાઈ નું આયોજન થયું હતું જે હલિયા નામની રમત જીતવાની શરત હતી અને તે વખતે રક્ષાબંધનનો દિવસ હતો ગામના નાડોદા સમાજના 2 ઠાકોર સમાજના એક અને દરબાર સમાજના એક મળી કુલ ચાર યુવાનો તળાવમાં છલાંગ લગાવી હતી સમય વીતવા લાગ્યો 24 કલાક થયા પણ યુવાનો બહાર ના આવ્યા અને સમય વીતવા લાગ્યો હતો ત્યારે ગામના એક પટેલને 28 દિવસે સપનું આવ્યું હતું અને ગોધાણશા પીર બાબાએ સ્વપ્નમાં કહ્યું હતું કે આજે ભાદરવા સુદ તેરસના દિવસે તમો ઢોલ નગારા લઈને તળાવની કિનારે જશો ત્યારે આ ચાર યુવાનો તળાવમાંથી બહાર આવતા દેખાશે દરમિયાન 28 દિવસમાં સમાજના રીત રિવાજ મુજબ આ યુવાનોનું કારજ થઈ ગયું હતું અને પરિવારો શોકમાતા ત્યારે સ્વપ્નની વાત ગ્રામજનો ને કરતા ગ્રામજનો તળાવની પાસે ગયા સ્વપ્ન સાચું પડ્યું હતું અને ચારે યુવાનો હેમખેમ બહાર આવ્યા ત્યારે ભાદરવાસુદ તેરસ હતી અને ડૂબ્યા તે રક્ષાબંધનનો દિવસ હતો અને ગામમાં તે દિવસે આ પર્વ ઉજવણી થઈ ન હતી આમ ગોધાણા ગામમાં રક્ષાબંધનનું પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવાય છે