*ધી મહેસાણા અર્બન કો ઓ બેંક લિમિટેડ ના 58 શાખાઓના નેટવર્ક સાથે આજરોજ અમદાવાદના ગોતા વિસ્તારમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું*

આજરોજ તા. 20 ડિસેમ્બરના રોજ ગુજરાત ની જાણીતી અને વિશ્વાસુ એવી મલ્ટી સ્ટેટ શેડ્યુલ મહેસાણા કો ઓ બેંક લિમિટેડ ની 58 મી શાખાનું અમદાવાદના ગોતા ખાતે ગુજરાત ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજયમંત્રી રજનીભાઇ પટેલ, ખેતી બેંક ના ચેરમેન ડોલરભાઈ કોટેચા, નાફકબના ચેરમેન જ્યોતીન્દ્ર મેહતા અને બીપીનભાઈ ગોતા ઉપસ્થિત રહ્યા હતા અને બેંકના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. ધી મહેસાણા અર્બન કો ઓ બેંકના ચેરમેન કે.કે.પટેલ, વાઇસ ચેરમેન જી.કે.પટેલ તથા અન્ય ડિરેક્ટરો, જનરલ મેનેજર વિનોદકુમાર પટેલ અને અન્ય શાખા મેનેજરો તથા સ્ટાફ અને શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેરમાં આ નવમી શાખા નું ઉદઘાટન આજે ગોતા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગ્રાહકો ને ડીજીટલ બેંકિંગ, એ.ટી.એમ અને લોકરની સુવિધાઓ પણ મળી રહેશે.