વડોદરા જિલ્લાનાવાઘોડિયા તાલુકાનાકોયલી ગામ ખાતેથી અનગઢ સુધી કોંગ્રેસે પદ યાત્રા યોજી ધ્વજારોહણ કર્યું

માજી પર્યાવરણ મંત્રી ના પુત્ર યોગપલસિંહ ગોહિલ

ની આગેવાની હેઠળ વડોદરા જિલ્લા ના વાઘોડિયા વિધાનસભા કોંગ્રેસ ની પદયાત્રા કોયલી થી અનગઢ મસાણી માતા ના મંદિર સુધી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પદયાત્રા.

136 વાઘોડિયા વિધાનસભા માં હજારો કાર્યકર્તાઓ સાથે કોયલી થી મસાણી માતા મંદિર અનગઢ સુધી કોંગ્રેસ એ કાઢી પદયાત્રા, માતાજી ને ધ્વજા અર્પણ કરી.

ગુજરાત રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી ના ગણતરી ના દિવસો બાકી છે, તેવામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અનેક વિસ્તારો માં અનેક જાહેર કાર્યક્રમો અને જાહેર સભાઓ કરી રહ્યા છે, તેવામાં આજ રોજ વડોદરા ના વાઘોડિયા વિધાનસભા માં કોંગ્રેસ દ્વારા મસાણી માતાજી ના મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવી 

આ પગયાત્રા આશરે 7 થી 10 કિલોમીટર ની હતી

પદયાત્રા ની શરૂઆત સ્વર્ગસ્થ માજી પર્યાવરણ મંત્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ ના કોયલી ખાતે ના નિવસ્થાને થી અનગઢ મસાણી માતા ના મંદિર સુધી આ પગયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, હઝારો ની સંખ્યામાં આ પદયાત્રા માં કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા. 

પદયાત્રા નું રસ્તા માં ઠેર ઠેર ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું, મસાણી માતા ના મંદિરે ધ્વજા અર્પણ કરવામાં આવી, આ કાર્યક્રમ માં કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, સાથે વડોદરા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગરભાઈ બ્રહ્મભટ્ટ, વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ ઝાલા, જીલ્લા સદસ્ય કિરણભાઈ રાઠોડ અને

વાઘોડિયા વિભાનસભા કોંગ્રેસ ના સંભવિત ઉમેદવારો 

યોગપાલસિંહ ગોહિલ,જયેંદ્રસિંહ ચાવડા, દિલીપભાઈ ભટ્ટ, 

સત્યજીત ગાયકવાડ, રાજુભાઈ ઠાકોર, કનુભાઈ ગોહિલ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા,