લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. લીંબડી-રાજકોટ હાઇવે ઉપર મોડેલ સ્કૂલ નજીક કાર અજાણ્યા વાહન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત ઝોનમાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે ઉપર અવારનવાર ગમખ્વાર અકસ્માતોના બનાવો સામે આવે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહન સાથે કાર ભટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટના બાદ અજાણ્યા વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.આ અકસ્માતની ઘટનમાં કારનું પડીકું વળી ગયું હતું. કારમાં આગળની સીટ પર બેઠેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ પખેરુ ઉડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.લીંબડી રાજકોટ હાઇવે ઉપર આ ગોઝારા અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને પોસ્ટ મોર્ટમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં પૂર કેમ આવ્યું કાંસો ,તળાવો બંધ કર્યા અને બ્યુટીફીકેશનના નામે કરોડોનું કૌભાંડ | UTC NEWS
વડોદરામાં પૂર કેમ આવ્યું કાંસો ,તળાવો બંધ કર્યા અને બ્યુટીફીકેશનના નામે કરોડોનું કૌભાંડ | UTC NEWS
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
...
પાલનપુરની રુચિ હોસ્પિટલ માંથી મોબાઈલની ચોરી કરતો યુવકનો વિડિયો થયો વાયરલ..
પાલનપુરની રુચિ હોસ્પિટલ માંથી મોબાઈલની ચોરી કરતો યુવકનો વિડિયો થયો વાયરલ..
ચોરોએ કરિયાણાની દુકાનમાં હાથ સાફ કર્યો
ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તાર હાઈવે માર્ગ ઉપર ચોવીસ કલાક અવરજવર કરતાં વાહનોથી ધમધમતા...
High court old K.G. I.D. building near by Nonveg Hotel
High court old K.G. I.D. building near by Nonveg Hotel