ખેડબ્રહ્માના દામાવાસ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ.ઉપરાંત લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી ઝુબાની" થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.