સાયલા-ચોટીલા નેશનલ હાઈવે ઉપર આયા બોર્ડ પાસે ઇંગ્લિશ દારૂ ભરીને જતું ટેન્કર સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી પાડયું હતું.સાયલા-ચોટીલા નેશનલ હાઈવે પર આયા બોર્ડ પાસે રાજકોટ તરફ જતાં ટેન્કરને સુરેન્દ્રનગર એલસીબીએ બાતમીના આધારે રોક્યું હતું. જેમાં તલાશી લેતાં મોટા પ્રમાણમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો હોવાનું ખુલ્યું હતું.જેથી પોલીસે દારૂ ભરેલા ટેન્કરને સાયલા પોલીસ મથકે લાવવામાં આવ્યો છે. દારૂ ભરેલું ટેન્કર ઝડપાતા સુરેન્દ્રનગર જિલ્લા એસપી સાયલા ખાતે દોડી આવ્યા હતા. તેમજ ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી છે. હાલમાં આ લખાઈ રહ્યું છે, ત્યારે મોડી સાંજ સુધી પોલીસ દ્વારા દારૂના જથ્થા અંગે ગણતરી હાથ ધરાઈ છે. પોલીસ સુત્રો મુજબ ઈંગ્લિશ દારૂની ૬૦૦ પેટી હોવાનો તથા ટેન્કર મળી રૂ.૩૫ લાખનો મુદ્દામાલ હોવાની સંભાવના છે. નોંધનીય છે કે, સાયલા નેશનલ હાઈવે પર એક મહિના અગાઉ પણ સાયલા પોલીસ દ્વારા ટેન્કરમાંથી દારૂની ૬,૦૬૦ બોટલો ઝડપી પાડી હતી. જેમાં કુલ રૂ.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ત્યારે એક મહિનાની અંદર દારૂનો બીજો મોટો જથ્થો ટેન્કરમાંથી ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा जिला अध्यक्ष ने गुनौर मंडल में बद्री प्रसाद पटेल को उपाध्यक्ष के पद पर किया नियुक्त
गुनौर : पन्ना जिले के भाजपा जिला अध्यक्ष राम बिहारी चौरसिया ने गुनौर मंडल...
Smartwatch Battery: बार-बार चार्ज करनी पड़ती है स्मार्टवॉच, जल्दी खत्म हो जाती है बैटरी, ऐसे करें ऑप्टिमाइज
अगर आप भी अपनी स्मार्टवॉच को बार-बार चार्ज करते हैं तो ये जानकारी आपके काम की हो सकती है। कुछ...
વિશ્વનો છઠ્ઠો 'ન્યુક્લિયર ટ્રાયડ' દેશ બન્યો ભારત ;અરિહંત સબમરીનમાં તૈનાત મિસાઈલની રેન્જમાં પાક અને ચીનના મુખ્ય શહેરો ; સફળ પરીક્ષણ
ભારત હવે પાણીની અંદરથી પણ પરમાણુ હુમલા કરવા વિશ્વનો છઠ્ઠો 'ન્યુક્લિયર ટ્રાયડ' દેશ બની ગયો છે....
બોટાદ નગરપાલિકાની આગવી પહેલ:
હવે બોટાદવાસીઓ ૭૩૮૩૭ ૯૫૪૦૨ વોટ્સએપ નંબર પર લાઈટ, પાણી, સેનીટેશન અને બાંધકામ સંલગ્ન ફરિયાદ નોંધાવી શકશે
માહિતી બ્યુરો, બોટાદ
બોટાદવાસીઓની સુખાકારીમાં...