બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ હાઇવે ઉપર પાણીના ટાંકા પાસે રીક્ષા અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જેમાં લોડીંગ રીક્ષા અને ઈક્કો ગાડી વચ્ચે અકસ્માત થતા સ્થાનિક લોકો દોડી પહોંચી ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર માટે અમીરગઢ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માત ના કારણે લોકોના જીવ પણ ગુમાવી રહ્યા છે. આજે ઈકબાલગઢ હાઇવે ઉપર પાણીના ટાંકા પાસે રીક્ષા અને ઈક્કો ગાડી વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

 જેમાં લોડીંગ રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અકસ્માત ના કારણે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને ઘાયલ લોડીંગ રીક્ષા ચાલકને સારવાર માટે અમીરગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે. બનાના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.