હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એ. જાડેજાની આગેવાની હેઠળ રૂરલ પોલીસની ટીમ નિત્યક્રમ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થાને લઈને પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી હતી કે હાલોલ તાલુકાના મઘાસર ગામે હાઇવે રોડ પરથી ચાલતા ચાલતા બે ઈસમો હાથમાં વિમલના થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુ લઈને ચાલતા જઈ રહ્યા છે જે બાતમીના આધારે રૂબરૂ પોલીસની ટીમે મઘાસર ગામે હાઇવે રોડ પર પહોંચી ઓમ લોજિસ્ટિક કંપની નજીકથી ચાલતા જતા બાતમીવાળા બન્ને ઈસમોને ઉભા રાખી પૂછપરછ કરતા બન્ને ઈસમોએ પોતાના નામ આશિષકુમાર જવરાભાઈ અરડ અને કાજુભાઈ મન્નાભાઈ ચરપોટા, બન્ને રહે.ગામ કોદલી,તાલુકો પેટલાવાદ,જીલ્લો જાબુવા,મધ્યપ્રદેશના હોવાનું જણાવતાં પોલીસે બન્ને પાસેના વિમલના થેલામાં તપાસ કરતા પોલીસને બન્નેના વિમલના થેલામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બિયરની બોટલો નંગ 24  અને બીયરના ટીન નંગ 48 મળી કુલ 72 નંગ બોટલો જેની કિંમત 8,400/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે બન્ને ખેપિયાઓની 8,400/- રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી.