કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ડીસા પાસેથી ઝડપી પાડ્યો છે. ડીસા તાલુકા પોલીસે આરોપીને પકડી અંજાર પોલીસને સોંપ્યો છે.

ડીસા તાલુકા પોલીસ ગુન્હાખોરીને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. તે સમયે કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતા કલમ 363 મુજબ શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલ એક આરોપી ડીસા વિસ્તારમાં ફરતો હોવાથી માહિતી મળી હતી. જેથી પોલીસે ખાનગી રહે વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો.

ઝડપાયેલ આરોપી પ્રવિણ શંકરભાઇ ડોડીયા મૂળ ડીસા તાલુકાના ધાનપુરા ગામનો રહેવાસી છે અને અત્યારે રાણપુર વચલાવાસ ગામે રહેતો હતો. તેમજ અંજાર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયા બાદ તે નાસ્તો ફરતો હતો. જેથી ડીસા તાલુકા પોલીસે આરોપીને પકડી તેની સામે સી.આર.પી.સી. કલમ 41-1 આઇ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. ત્યારબાદ અંજાર પોલીસને જાણ કરી આરોપીને સોંપી દીધો છે.