પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાને અચાનક છાપો મારી તપાસ હાથ ધરી હતી જે દરમ્યાન સરકારી વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદાર માલવ ઈન્દ્રવદન શાહને ત્યાં તપાસ ચાલતી હતી તે વખતે માલવ શાહની માલિકીની મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 06 LB 6381 છે જે સ્વિફ્ટ કારમાં સરકારી ચણાનો કટ્ટો નંગ 1 અનઅધિકૃત રીતે લઈ જવાતા રંગે હાથે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો જેમાં ચણાનો કટ્ટો અને મારુતિ સ્વિફ્ટ કાર સહિતનો રૂપિયા અંદાજીત 7 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જિલ્લા પુરવઠા અધિકારીએ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈને સમગ્ર હાલોલ તાલુકમાં જ નહીં સમગ્ર પંચમહાલ જિલ્લા પંથકમાં ગરીબોના હકના સરકારી અનાજનો કાળો કારોબાર કરતા તેમજ સરકારી વ્યાજબી ભાવની દુકાનોમાં ગેરરીતિઓ આચરતા તત્વોમાં ભારે ફફડાટ ફલાઈ જવા પામ્યો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं