વિકસિત ભારત સંકલ્પ યાત્રા:
પ્રાંતિજ તાલુકાના પોયડા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું
શાળાના બાળકોએ સૂર્ય નમસ્કાર નિદર્શન કર્યું હતું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોરીયા ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.
વિકસિત ભારત માટે યુવા પેઢી યોગ પ્રણાલીને જાણી શકે તે માટે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્વસ્થ્ય અને સશક્ત યુવા પેઢી માટે યોગને જીવનનો ભાગ બનાવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તે માટે સૂર્ય નમસ્કારનું બાળકો દ્વારા નિદર્શન કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.