જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડકોન્સ્ટેબલ સાથે રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે માથાકુટ કરી મહિલા પોલીસ કર્મચારીને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મહિલા પોલીસ કર્મીએ રતનપરની મહિલા વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલ સોનલબેન મોતીભાઇ સુમેરા પીએસઓના ચાર્જમાં હતાં. તે દરમિયાન વર્ષાબેન બીપીનભાઇ જાદવ તેમના પતિ વિરૂધ્ધ અરજી આપવા આવ્યાં હતાં. ત્યારે તેમની સાથે રહેલા અન્ય મહિલા રતનપરના ભારતીબેન ઉર્ફે આરતીબેન વર્ષાબેનને અરજી ન કરવા અને સમાધાન કરવા દબાણ કરતાં હતાં. આથી મહિલા પોલીસ કર્મીએ ભારતીબેનને સમાધાન માટે દબાણ ના કરવાનુ કહેતા ભારતીબેન ઉશ્કેરાઇ ગયાં હતાં અને ત્યારબાદ મહિલા પોલીસ કર્મીને ફોન કરી અવારનવાર અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતાં હતાં. આથી મહિલા પોલીસ કર્મચારી સોનલબેન સુમેરાએ રતનપરમાં રહેતા ભારતીબેન ઉર્ફે આરતીબેન વાણંદ વિરૂધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા પંથકમાંથી બોગસ ડોકટર પકડાયો
ધ્રાંગધ્રા વિસ્તારમાં બોગસ ડોકટર દવાખાનાખોલી લોકોના આરોગ્ય સામે ચેડા કરીજીંદગી જોખમમાં મુકી રહ્યા...
২৭ আগষ্টত বৰাজোল আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ বিশেষ অভিনন্দন অনুষ্ঠান
সদৌ নলবাৰী জিলা ছাত্ৰ সন্থাৰ অন্তৰ্গত বৰাজোল আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত অহা ২৭ আগষ্টত এখন বিশেষ...
સુરતમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચે દંગલના અહેવાલ
સુરતના સરથાણા યોગી ચોક પાસે AAPના નેતા અલ્પેશ કથીરિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ...
પાટણ : લગ્ન પ્રસંગે જતા પહેલા મતદાન જરૂરી | SatyaNirbhay News Channel
પાટણ : લગ્ન પ્રસંગે જતા પહેલા મતદાન જરૂરી | SatyaNirbhay News Channel
વડાપ્રધાન મોદીનું ફરીથી ગુજરાતમાં આગમન, જાણો રાજ્યને શું ફાયદો થશે ?@Sandesh News
વડાપ્રધાન મોદીનું ફરીથી ગુજરાતમાં આગમન, જાણો રાજ્યને શું ફાયદો થશે ?@Sandesh News