સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પીજીવીસીએલ ટીમ દ્વારા ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચેકિંગ હાથ ધરી કુલ રૂા.૨૨ લાખની વીજચોરી ઝડપી પાડી હતી.ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચોરી થતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર તેમજ અલગ-અલગ વિસ્તારો અને દસાડા તાલુકાના અલગ-અલગ ગામોમાં પીજીવીસીએલ તેમજ વીજીલન્સ ટીમ દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૩૯ વિજીલન્સ ટીમો દ્વારા વીજચેકિંગ દરમિયાન કુલ ૪૫૦ વીજ કનેકશન ચેક કરતાં તે પૈકી ૮૪ વીજકનેકશનોમાં ગેરકાયદેસર રીતે વીજજોડાણ કરી વીજચોરી થતી હોવાનું રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું હતું અને કુલ રૂા.૨૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે ધ્રાંગધ્રા પીજીવીસીએલના વિભાગીય કચેરીના કાર્યપાલ ઈજનેર જે.બી.ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વીજચોરોને ઝડપી પાડવા આગામી દિવસોમાં પણ વીજીલન્સની ટીમો દ્વારા સખત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વીજચોરોને દંડ ફટકારવમાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હજુ મોરબી નો અકસ્માત શમ્યો નથી ત્યાં અમદવાદ શાહપુર નજીક મેટ્રો ટ્રેન માં લાગી આગ.
હજુ મોરબીનો અકસ્માત શમ્યો નથી, ત્યાં અમદાવાદમાં શાહપુર નજીક મેટ્રો ટ્રેનમાં આગ લાગી...
અમદાવાદ,...
Bajaj Chetak ने 2 लाख बिक्री का आंकड़ा किया पार, 8 महीने में ही बिक गए 1 लाख यूनिट
Bajaj Chetak Milestone बजाज का चेतक इलेक्ट्रिक स्कूटर ने नया कीर्तिमान हासिल किया है। चेतक के अब...
টিংখাংবাসী ৰাইজৰ উদ্যোগত অনুষ্ঠিত হ'বলগীয়া প্ৰথম বাৰ্ষিক কেন্দ্ৰীয় কৰম সন্মিলনৰ সমিতি গঠন
টিংখাঙৰ ৰাজগড় চাই বিবাহ ভৱনত অনুষ্ঠিত হয় এখন গুৰুত্বপূৰ্ণ সভা। সভাত টিংখাংবাসী ৰাইজৰ উদ্যোগত...
किन्हिराजा येथे एकाच राञी चार ठीकाणी चोर्या
जऊळका पोलिस स्टेशन अंतर्गत येत असलेल्या किन्हिराजा येथे अज्ञात चोरट्यांनी एकच राञी वेगवेगळ्या चार...
કેશોદ : રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે અપાઈ તાલીમ
કેશોદ : રાજપૂત સમાજના યુવાનોને તલવાર રાસ માટે અપાઈ તાલીમ