ડીસામાં શોપિંગ ના પાયાના ખોદકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક મજૂર દટાયો..
ડીસામાં લાયન્સ હોલ પાસે આજે ખોદકામ દરમિયાન બાજુની દીવાલ ઘસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી હતી, બનાવ ને પગલે આજુ બાજુ ના લોકોએ દોડી આવી રાહત કામગીરી કરી તાત્કાલિક મજૂરને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડ્યો હતો..
ડીસામાં લાયન્સ હોલ પાસે ડિમ્પલ ટોકીઝ તરફ જવાના રસ્તા પર એક શોપિંગ માટે પાયા ભરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું, જેમાં છોટા ઉદયપુર ના રહેવાસી દલસિંગભાઈ અને ભીમાભાઈ પાયાનું ખોદકામ કરી રહ્યા હતા, તે સમયે અચાનક બાજુના ઘરની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી, ઘટના ને પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો, જ્યારે દલસીંગભાઇ દિવાલ નીચે દટાઈ જતા અફડા તફડી મચી ગઇ હતી, બનાવ ને પગલે આજુ બાજુ ના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી, એક કલાકની ભારે જહેમતથી સ્થાનિકોએ દટયેલા મજૂર ને બહાર નીકળ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો..