પાવીજેતપુર જનતા ડાયવર્ઝન ઉપર ટ્રક ફસાતા ટ્રાફિકજામ : મોટા વાહનો વાળા પરેશાન 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

         પાવીજેતપુર નજીક બનેલ જનતા ડાયવર્ઝન ઉપર બપોર બાદ ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. અને મોટા વાહનો વાળા અટવાઈ ગયા હતા.

            પાવીજેતપુર ભારજ નદી નો પુલ નજીક જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હોય જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે સ્વાભાવિક રીતે જ સેંકડોની સંખ્યામાં આ જનતા ડાયવર્ઝન ઉપરથી વાહનોની અવરજવર રહેવાના કારણે ધૂળની ડમરીઓ ખૂબ મોટા પ્રમાણમાં ઉડે છે જેને લઇ સિહોદ ગામના રહીશો હેરાન થાય છે. ત્યારે આ ધૂળ ઓછી ઉડે તે હેતુસર પાણીનો છંટકાવ કરવામાં આવે છે જે પાણીનો છંટકાવ થવાના કારણે આજરોજ બપોર બાદ કોલસા ભરેલી હેવી ટ્રક ડાયવર્ઝનની બાજુ પર ઉતરી જતા ફસાઈ જવા પામી હતી. ટ્રક ફસાઈ જવાના કારણે અડધો કલાક જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો એકથી દોઢ કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઇન થઇ જવા પામી હતી. જનતા ડાયવર્ઝન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થતું હોય ત્યારે આજુબાજુના રહીશો સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો ફસાયેલ ટ્રકને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે અન્ય વાહનો પણ આ જનતા ડ્રાઇવરજન ઉપરથી પસાર થવા લાગ્યા હતા. 

            ખરેખર જનતા ડાયવર્ઝન ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ મોટા વાહનો વાળાને થઈ રહ્યું છે. જનતા ડાયવર્ઝન માવઠું થવાના કારણે બંધ થઈ ગયું હતું તો આ મોટા વાહનો વાળાને ૩૦ કિલોમીટર નો ફેરો વધી ગયો હતો. ફરીથી ડાયવર્ઝન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર રસ લઈ આ જનતા ડાયવર્ઝન ઉપર કોરી ડસ્ટ નાખી ડામરીંગ કરી દેવામાં આવે તો વારંવાર બંધ થઈ જતું ડાયવર્ઝન અવિરત ચાલુ રહી શકે તેમ છે. તેથી તંત્ર આ ડાયવર્ઝન ઉપર ગ્રેવલીંગ કરી કોરીડસ્ટ નાખી ડામરિંગ કરી દે તેમ જનતા ઇચ્છિ રહી છે.