તારીખ-15/12/2023 ના રોજ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠકમાં હાજરી આપી આ બેઠકમાં બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારને લગતા પ્રશ્નો જે તે અધિકારી સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યા, જેમાં બોટાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ બોટાદ શહેરમાં વસતા અતિ ગરીબ પરિવારોને આવાસ માટે જગ્યા ફાળવવા તેમજ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓ રિકાર્પેટ કરવા માટે સૂચનો કર્યા તથા બોટાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અટકાવી દુકાનોમાં ચેકીંગ કરી ભેળસેળ વાળા ખાદ્યપદાર્થોને નાશ કરવા સૂચનો આપ્યા અને બોટાદમાં રેતી તેમેજ બ્લેકટ્રેપની લીજોનું મેપિંગ કરાવી રોયલ્ટી ચોરી અટકાવવા ખાણ ખનીજ અધિકારીશ્રી ને સૂચનો કર્યા સાથો સાથ બોટાદ શહેર ખાતે અર્બન 1,2,3 ને બિલ્ડીંગ બનાવવા માટે જમીન ફાળવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું, આમ બોટાદના ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ શહેર અને ગ્રામ્ય ને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો જે તે અધિકારીશ્રીને કરવામાં આવ્યા હતા.