બોટાદ બસ સ્ટેશન ખાતે BAPS સ્વામી નારાયણ મંદિર, બોટાદના સંતો અને હરીભક્તો તથા બોટાદ એસટી ડેપોના કર્મયોગી દ્વારા સ્વચ્છતા અભિયાન
બોટાદ બસ સ્ટેશન ખાતે BAPS સ્વામી નારાયણ મંદિર, બોટાદના સંતો અને હરીભક્તો તથા બોટાદ એસટી ડેપોના કર્મયોગી દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. બસ ડેપો ખાતે અવરજવર કરતા મુસાફરોને બસમાં અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ક્યુઆર કોડ થકી સ્વચ્છતા અંગે પ્રતિભાવો આપવા નાગરિકોને સમજ આપવામાં આવી હતી.