ડીસામાં રાષ્ટ્રીય કરણી સેના ના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી ના હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી એ આવેદનપત્ર આપ્યું..
રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આજે ડીસા માં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું, અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તમામ હત્યારાઓ ને ફાંસી ની સજા આપવાની માગ કરી હતી..
સુખદેવસિંહ ગોગામેડી ની હત્યા ના રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે બનાસકાંઠા ના ડીસા માં પણ આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ હત્યાની ઘટના સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો..
તમામ કાર્યકરો એકઠા થઈ નાયક કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, તેમજ સુખદેવસિંહ ગોગામેડી ને જીવનું જોખમ હોવાથી સુરક્ષા માગવા છતાં પણ અધિકારીઓ એ સુરક્ષા આપી ન હતી..
ત્યારે સુરક્ષા ન આપનાર તમામ અધિકારીઓ સહિત હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી..