ખંભાત તાલુકા નગરાની આદર્શ સરસ્વતી હાઈસ્કૂલમાં ૩૬માં નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ રમતોત્સવમાં છાત્રોને મોજ પડી ગઈ હતી.વિવિધ રમતો પૈકી રસ્સા ખેંચ, કોથળા દોડ, ચેસ, લીંબુ ચમચી સંગીત ખુરશી સહિતની રમતોનું આયોજન કરાતા ધોરણ-૯,૧૦ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આચાર્યએ પણ 'જીવનમાં રમતોનું મહત્વ' વિષયક માહિતસભર માર્ગદર્શન પીરસ્યું હતું.