પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજે રવિવારના રોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડની હાજરીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે પધારતા યાત્રિકોના લાભાર્થે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે પધારેલા યાત્રિકોએ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ,E.C.G. તથા વિવિધ બ્લડ ટેસ્ટ તેમજ આંખોના નંબરની ચકાસણી સહિત આંખોની વિવિધ ચકાસણી કરી ફ્રી ચશ્માનું વિતરણ કરાયું હતું જેમાં 440 જેટલા યાત્રિકોએ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો જે પૈકીના 225 જેટલા યાત્રાળુઓને મફતમાં ચશ્માનું વિતરણ કરાયું હતું જ્યારે 215 જેટલા યાત્રિકોનું મફત નિદાન કરી સારવાર કરી નામાંકિત તબીબો અને મેડિકલ ટીમ દ્વારા વિવિધ મેડિકલ ચેકઅપ કરી જરૂરિયાત મુજબના દર્દીઓને સારવાર સહિત જરૂરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ આ પ્રસંગે હાલોલની નામાંકિત માં સર્જીકલ હોસ્પિટલના ડોક્ટર વિજય પટેલે પણ હાજર રહી સેવાઓ આપી હતી જ્યારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.સંગાડા પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે.જાડેજા સહિત પોલીસ કર્મચારીઓએ સતત ખડે પગે હાજર રહી મેડિકલ કેમ્પમાં પોતાની સેવાઓ આપી સફળતાપૂર્વક મેડિકલ કેમ્પનું સંચાલન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.