કોંગ્રેસ ભાજપ બન્ને દ્વારા વિજય નો જસ્ન આતશબાજી સાથે મનાવ્યો..

પાટણ તાલુકા પંચાયતનાં પ્રમુખ ભાજપના અને સરસ્વતી તાલુકા પંચાયત નાં પ્રમુખ તરીકે કોંગ્રેસ નાં ઉમેદવાર ચુંટાયા..

પાટણ તાલુકા પંચાયત અને સરસ્વતી તાલુકા પંચાયત ની બુધવારે યોજાયેલી ચૂંટણીમાં પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના પ્રેમીલાબેન પટેલ અને સરસ્વતી તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે કોગ્રેસ ના ગીતાબેન દીનેશજી ઠાકોર નો વિજય થતાં બન્ને પક્ષ નાં આગેવાનો અને કાર્યકરો એ વિજેતા પ્રમુખો ને ફટાકડા ની આતસબાજી સાથે ફુલહાર પહેરાવી વિજય ઉત્સવ માનવ્યો હતો.

પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની ચૂંટણી મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ચૂંટણી અધિકારી પાટણ પ્રાંત અધિકારી અને ઈન્ચાર્જ પ્રમુખ શેખ રુકશાનાબેન એહમદભાઈ ના અધ્યક્ષ સ્થાને બુધવારે બપોરે યોજાઈ હતી.

પાટણ તાલુકા પંચાયત પ્રમુખ નાં ઉમેદવાર પદે ભાજપ માંથી પ્રેમીલાબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી જેની દરખાસ્ત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે કરી હતી. જેમા ભાજપ, કોંગ્રેસ અને એક અપક્ષ ના એમ કુલ 20 મતો માંથી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પટેલ પ્રેમીલાબેન વિનોદભાઈ ને 11 વોટ મળતા વિજય થયો હતો.જયારે કોગ્રેસ ના હરીફ ઉમેદવાર ગીતાબેન મોતીભાઈ રબારી ને 9 મત મળતા પ્રેમીલાબેન પટેલ નો 2 મતે વિજય થયો હતો જેમાં એક મત અપક્ષ ના ઉમેદવારનો હતો

જયારે સરસ્વતી તાલુકા પંચાયત ની ચૂંટણી સરસ્વતી તાલુકા પંચાયત ખાતે યોજાઈ હતી જેમાં ભાજપ કોગ્રેસ ના 24 મતદારો હતા જેમાં ગીતા બેન ઠાકોર ને 14 મત મળ્યા હતા અને ભાજપ ના શિલ્પા બેન સોલંકી 10 મત મળ્યા હતા જેથી ગીતા બેન ઠાકોરને 4 મત વધુ મળતા સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કૉંગ્રેસના ગીતાબેન દીનેશજી ઠાકોર નો વિજય થયો હતો પાટણ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પ્રેમીલાબેન પટેલ નો વિજય થતા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી જીતને વધાવી હતી અને કાર્યકરોએ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતાં. વિજેતા ઉમેદવારોને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના આગેવાનો કાયૅકરો દ્વારા હાર-તોરા કરી વધાવવામાં આવ્યા હતા.

સરસ્વતી તાલુકા પંચાયત નાં પ્રમુખ તરીકે વિજ્ય બનેલા ગીતાબેન દીનેશજી ઠાકોરને પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ અને સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત સન્માન કરી વિજય નો જસ્ન આતશબાજી સાથે કરાયો હતો.