ડીસા શહેરના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ભાગ લઈ અક્ષત કળશ પૂજન કરી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મૂર્તિ પુનઃપ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા વિતરણ કરાઇ હતી.

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું તા. 22 જાન્યુઆરીએ આયોજન કરવામાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.

આ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સમગ્ર દેશના હિન્દુઓ સુધી પહોંચે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા શહેરના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશનો 10 પ્રખંડોમાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મૂર્તિ પુનઃપ્રતીષ્ઠા સમારોહ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા વિતરણ કરાઇ હતી.

આ સાથે જ આગામી તા.1લી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈને અક્ષત આપવા માટેના મહા અભિયાનનું સૂચરું આયોજન કરાયું છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ડીસા વિભાગના કિશોરભાઈ, અનિલભાઈ ચોધરી સહિત ધર્મપ્રેમી જનતા સહિત મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.