ડીસા તાલુકાના માલગઢની ગામની આદર્શ હાઇસ્કૂલમાં રાજયકક્ષાની અંડર-19 બેઝબોલ બહેનોની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જીલ્લામાંથી માલગઢની આદર્શ હાઇસ્કૂલે ભાગ લીધો હતો. સમગ્ર રાજયમાંથી કુલ બહેનોની 24 ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં માલગઢની આદર્શ હાઇસ્કૂલની ટીમે સેમિફાઇનલ સુધી પહોંચીને વલસાડ ટીમ અને માલગઢ આદર્શ હાઇસ્કૂલની ટીમ સાથે રમાઇ હતી. જેમાં વલસાડ ટીમને હરાવી સમગ્ર રાજયમાં તૃત્તિય નંબર પ્રાપ્ત કર્યો છે. જ્યારે રાષ્ટ્રીયકક્ષાએ 3 ખેલાડી બહેનોની પસંદગી કરાઇ છે. તે બદલ શાળાને ગૌરવ અપાવ્યું છે.

જ્યારે શાળા પરિવારના વ્યાયામ શિક્ષક મુકેશભાઇ પઢિયાર, મનિષભાઇ પઢિયાર અને તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ શાળાના આચાર્ય મિલનભાઇ રાવલે અભિનંદન પાઠવ્યા છે. જ્યારે સફળતા મેળવવા બદલ ખેલાડી બહેનોને માલગઢ પ્રગતિ મંડળના પ્રમુખ અમૃતલાલ પી. પઢિયાર તરફથી અભિનંદન પાઠવ્યા છે.