કાલોલ નગરના ગોધરા રોડ પર આવેલી અંબિકા સોસાયટીના કોમન પ્લોટની જમીન પર છેલ્લા ત્રીસ પાત્રીસ વર્ષ થી ગેરકાયદેસર કબ્જો જમાવી દરજી કામનો ધંધો કરતા ઈસમ પર સોસાયટીના રહીશો દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત જિલ્લા કલેકટર સમક્ષ દાખલ કરેલ અરજી અત્રેની કમિટી હેઠલ ચાલી જતાં કમિટીના આખરી આદેશોમાં સોસાયટીના કોમન પર ગેરકાયદેસરનો કબ્જો કરનાર ઈસમ પર પોલીસ કાર્યવાહી કરવાનો ઠરાવ કરવામાં આવેલ છે. સમિતિ દ્વારા લેવાયેલ આ નિર્ણયને લઈ કોઈની પણ સ્થાવર મિલકત પર ગેરકાયદેસર કબ્જો જમાવનાર માફીયાઓમાં સન્નાટો ફેલાઈ ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલના ગોધરા રોડ પર મોજે કાલોલ તા. કાલોલના સીટ નં. ૯૯ ના સિટી સર્વે એન. એ. ૧૧૭ પૈકી ૭ ની ૧૨૭ ચો.મી. તથા સિટી સર્વે નં. એન. એ. ૧૧૭ પૈકી ૨૮ ની ૧૩૯ ચો.મી. જમીન જે હાલ કાલોલના ગોધરા રોડ પર આવેલી અંબિકા સોસાયટીના કોમન પ્લોટ તરીકે ઓળખાય છે જેની પર ફુલાભાઈ સાંકળચંદ દરજી અને તે બાદ તેમના વારસદારો રમેશભાઈ ફુલાભાઈ દરજીનાઓએ ગેરકાયદેસર કબ્જો જમાવી દરજી કામની દુકાન ચલાવતા હતા. જે જમીનની કાયદેસરતા અંગે સોસાયટીના સોસાયટીના રહીશો દ્વારા આ કામ કસૂરવારો ને વારંવાર પૂછતાં તાજેતરના વર્ષમાં જ કસૂરવાર રમેશભાઈ દરજીએ સ્થળ માલિકીની આકારની રજૂ કરી સોસાયટીના કોમન પ્લોટની જમીનનો ભાગ માલિકીનો હોવાની રજૂઆતો કરેલ. જે આકારની નંબર અને કોમન પ્લોટના ખૂટ પર આવેલ કાયદેસરના પ્લોટ નં. ૩૬ ની આકારની નંબરમાં વીસંગત્તતા જોવાતા સોસાયટીના રહીશો દ્વારા કાલોલ નગર પાલિકા સમક્ષ આરટીઆઈ એક્ટ હેઠળ અરજી દાખલ કરી આકારણીની ખરાઈઓ બાબતે ખુલાશોઓ માગ્યા હતા જે અનુસંધાનેની પાલિકા કક્ષાની કામગીરીઓ મધ્યે જે તે સમયે કાલોલ નગર પંચાયતના મૂળ આકારની રજીસ્ટરમાં ચેડાં કરી ખોટી આકારણી ઊભી કરી હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે સોસાયટીના રહીશો દ્વારા વધુ રજૂઆતો કરતા પાલિકા કક્ષાએથી ઉંડાણ પૂર્વકની કામગીરી કરી ખોટી રીતે ઊભી કરેલ આ આકારણી રદ કરવાનો પાત્ર થતા રદ કરી આ બોગસ આકારણી થી કસૂરવાર ઈસમોએ મેળવેલ વીજળી કનેક્શન પણ રદ કરવામાં આવ્યું હતું.

     આ તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે સોસાયટીના રહીશ પુષ્પક શશીકાંત શાહ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ હેઠળ ઓનલાઇન અરજી કરી ન્યાયિક માંગણીઓ કરી હતી. જે અરજી ગત. તા.૦૪/૧૨/૨૩ ના રોજ આ કામ માટે ખાસ રચાયેલી કમિટી દ્વારા હુકમ કરેલ . જેમાં અરજદારના તમામ પુરાવાઓ સામે કસૂરવાર રમેશભાઈ દરજી જમીન માલિકી અંગેના કોઈપણ પુરાવા રજૂ નહિ કરતા લેન્ડ ગ્રેબિંગ કાયદા અનુસંધાને રચાયેલ ખાસ સમિતિએ જમીન પચાવી પાડવા મુદ્દે મૂળ ફુલભાઈ દરજીના વારસદાર રમેશભાઈ ફૂલાભાઈ દરજી રે. લકુલીશ સોસાયટી કાલોલ ને કસૂરવાર ઠેરવી તેઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા ઠરાવાયું હતું. જે અનુસંધાને સોસાયટી ના મંત્રી ફરિયાદી પુષ્પક શશીકાંતનાઓ ની સાધનિક પુરાવાઓ સાથેની ફરિયાદ હકીકતના આધારે કાલોલ પોલીસે આરોપી રમેશભાઈ ફૂલાભાઈ દરજી પર ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩,૪ (૩) , ૫(સી) ૫ (ડી) તેમજ આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) અંતર્ગત ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.