સાયલા પાસેથી પસાર થતા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પસાર થતા ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં ડમ્પરના ક્લિનર સીટમાં બેઠેલા યુવાન ફંગોળાઇ જતાં ડમ્પરનું વ્હીલ સાથળ ઉપર ફરી જતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કર્યો છે.સાયલાના ડમ્પર ચાલક વિષ્ણુભાઇ લખમણભાઇ ચુડાસમાં ડમ્પર ગાડી લઇને લીંબડીથી સાયલા તરફ ડમ્પર ગાડી લઇને આવતા હતા અને માજુભાઇ કેબિનમાં બેસેલા હતા. સાયલા ઓવરબ્રિજ પર પહોંચેલા તે સમયે આગળ એક ડમ્પર જતું હતું. જે ડમ્પર ગાડીની સાઇડ કાપવા સારૂ વિષ્ણુભાઇએ ડમ્પરને સ્પીડમાં કરીને સાઇડ કાપતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આગળ જતા ડમ્પર સાથે અકસ્માત થયો હતો.પોતાના ડમ્પરના ી ક્લિનર સીટમાં બેઠેલા માજુભાઇ આગળની તરફ ફંગોળાઇ ગયા હતા અને આગળના કાચ સાથે ભટકાતા નીચે જમીન ઉપર પડી જતા ડમ્પરનુ ટાયર માજુભાઇના સાથળ ઉપર ચડી ગયું હતું. ઇજાગ્રસ્તને સાયલા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન થતાં માજુભાઇનું મોત થયું હતું. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.