હાલોલ વડોદરા હાઇવે રોડ આવેલ હોટલ ગોલ્ડન પેલેસ નજીકના હાઇવે રોડ પરથી આજે સવારના સુમારે રેતી ભરીને પસાર થઈ રહેલા એક હાઈવા ટ્રકના કેબિનના ભાગે કોઈ કારણસર એકાએક આગ લાગવાનો બનાવ બનવા પામતા ટ્રકનો ચાલક તાત્કાલિક ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી નીચે ઉતરી ગયો હતો જેમાં ટ્રકમાં લાગેલ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભીષણ આગમાં ટ્રકનું કેબિન સહિત ટ્રકના ટાયરો સહિતનો ભાગ ભડભડ બળવા લાગતા વિકરાળ આગની જ્વાળાઓ ઉત્પન્ન થતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી ઉડવા લાગ્યા હતા જ્યારે સતત હજારો વાહનોથી ધમધમતા મુખ્ય હાઈવે રોડ પર ટ્રકમાં આગ લાગતા તે સાઈડના રોડ પરથી પસાર થતા તમામ વાહનોના પૈંડા થંભી જતા થોડા સમય માટે ટ્રાફિકજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમના જવાનો અગ્નિશામક વાહન સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી ટ્રકમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવામાં જોતરાયા હતા જેમાં ફાયર ફાઇટરની ટીમના જવાનોએ લાંબી મુશ્કેલ ભરી કામગીરી હાથ ધરી ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલ ભીષણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો જો કે તે દરમ્યાન ભીષણ આગમાં કેબિનનો સંપૂર્ણ ભાગ તથા ટ્રકના ટાયરો સહિતનો ભાગ બળીને સંપૂર્ણ ભસ્મિભૂત થઈ જતા હાઈવા ટ્રકના માલિકને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળવા પામી છે.