અમીરગઢ તાલુકાના કંસારાવીડ નજીક બાલારામ નદી પાસે જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ નાસી છુટ્યા હતા. સ્થળ ઉપરથી પોલીસે રોકડ સહિત કુલ રૂપિયા 28,420નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાલનપુર તાલુકા પોલીસની ટીમે અમીરગઢના કંસારાવીડ નજીક બાલારામ નદીના કિનારે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતાં પાલનપુર કમાલપુરાનો વસંતકુમાર બાબુલાલ પરમાર, કંથેરીયા હનુમાન વિસ્તારનો કરણ જયંતિભાઇ કાપડીયા, વડલીવાળાપરા વિસ્તારનો અરવિંદભાઇ બાબુભાઇ કુવારીયા, મહેન્દ્રભાઇ શાંતિલાલ માજીરાણા અને ભરતભાઇ ગણપતભાઈ પઢીયારને ઝડપી લીધા હતા.
સ્થળ પરથી પોલીસે રૂપિયા 12920 રોકડા, રૂપિયા 15,500ના મોબાઈલ નંગ 4 મળી કુલ રૂપિયા 28,420નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે જનતાનગરનો ફિરોજ ઉર્ફે જીંદગી ઉસ્માનભાઈ શેખ નાસી ગયો હતો. તેમજ જુગાર રમવાની જગ્યા બતાવનાર હનુમાન ટેકરી વિસ્તારનો ભાવેશભાઈ ધીરજલાલ લાલપરા, ખોડીયાર મંદિર લાલબાગ વિસ્તારનો પ્રેમ મિરચુમલ સિંધી સામે પણ ગુનો નોંધ્યો હતો.