ડીસા તાલુકાના આખોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં આ યાત્રાને સફળ બનાવવાની સાથે સાથે ગામને સ્વચ્છ, સુંદર, રળિયામણું અને લોકોને સમસ્યાઓ મુક્ત કરવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ડીસા તાલુકાના આખોલ ગામે આજે આખોલ ગ્રામ પંચાયત દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તલાટી ઇન્દ્રજીત ચોરસીયા અને આખોલ ગ્રામ પંચાયતના સરપંચ કમળાબેન બીજુસિંહ પરમારની અધ્યક્ષતામાં આ બેઠક યોજઇ હતી.

આ બેઠકમાં ખાસ આગામી સમયમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાનાર છે. તેને લઈ સર્વેની કામગીરી કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય કર્મચારી આંગણવાડી કર્મચારી, મધ્યાન ભોજન સંચાલક, સસ્તા અનાજ દુકાનદાર હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમામ લોકોનું સર્વે કરવામાં આવશે.

આ બેઠકમાં યાત્રાને સફળ બનાવવાની સાથે સાથે ગામને કઈ રીતે સ્વચ્છ સુંદર અને રળિયામણું બનાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગામમાં એક પણ વ્યક્તિ પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે અને સમસ્યાઓ રહિત ગામ બને તે અંગે પણ સરપંચ અને તલાટીએ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપી એ દિશામાં કામ કરવા અપીલ કરી હતી.