પંચમહાલ જીલ્લા 181અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમને ગોધરા તાલુકાના અંતરિયાળ ગામમાંથી એક પીડિત મહિલાનો ફોન આવતા 181 અભયમ ટીમ ટીમ ઘટના સ્થળે પહોંચી પૂછપરછ કરતા પીડિત મહિલાએ પોતાની દુ:ખદ ત્રાસદાયક આપવીતી જણાવી હતી જેમાં પીડિત મહિલાનો પતિ બે વર્ષથી એક પણ રૂપિયો ઘરમાં આપતો ન હતો અને પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખી સામેવાળી સ્ત્રીને તેનો પુરો પગાર આપી દઈ મોટા ભાગે પોતાના ઘરે પણ આવતો ન હતો જેમાં તેના મોબાઈલ ફોનમાં પીડિત મહીલાના યુવાન પુત્રએ જે સ્ત્રી જોડે પોતાના પિતાનો ખોટો પ્રેમ સંબંધ છે તેના મેસેજ તથા વીડિયો કોલિંગ દેખ્યા હતા તેમજ ફોન પે માંથી પૈસા પણ આપેલ હોવાની જાણ છોકરાએ તેની મમ્મીને કરતા તેની મમ્મીએ સામેવાળી સ્ત્રીને ફોન કરતા સામેવાળી સ્ત્રીએ અપ શબ્દો બોલ્યા હતા અને કહ્યું હતુ કે તે મારો ધણી છે તારાથી જે થાય એ કરી લે હું તેને નથી છોડવાની તેવી ધમકી આપતી હોઈ તે વાતની જાણ પીડિતાએ તેમના પતિને વાત કરતા તેણે પોતાની પત્ની જોડે મારપીટ કરી અપ શબ્દો બોલી ઘરમાંથી નીકળી જવાનું કહેતા પર સ્ત્રીના મોહપાશમાં જકડાયેલા પતિના ત્રાસથી ત્રસ્ત થયેલ પીડિત પરણિતાએ 181 અભયમ ટીમને ફોન કરી મદદ માગી હતી અને કહ્યું હતું કે મારા પતિને સમજાવવાનો પ્રયત્ન કરો કે મારા છોકરાની ઉંમર લગ્ન લાયક થઈ છે હવે એની લગ્ન કરાવવા માટે હું સમાજમાં વાતચીત કરુ છું બધા માણસો એવું સમજશે જે જેનો બાપ સારો નથી અને આ ઉમરે પર સ્ત્રી જોડે પ્રેમ સંબંધ રાખે છે તેના ઘરે કોઈ દીકરી ન આપે ! જેમાં સમગ્ર હકીકત જાણ્યા બાદ 181 ની ટીમે પીડિત મહિલાના પતિનું કાઉન્સિલિંગ કરી તેમને સમજાવી જીવનનો સાચો રસ્તો અને સંબંધોનો સાચો મતલબ સમજાવી એક યુવાન પુત્રના પિતાને આ બધું શોભે નહી તેમજ યુવાન પુત્રના લગ્નની ઉંમર થઈ હોય ત્યારે પિતા જ પર સ્ત્રી જોડે પ્રેમ સંબંધ રાખતા હોય ત્યારે સમાજમાંથી પુત્રને કોણ કન્યા આપશે સહિતની તમામ સાચી હકીકતો અને જીવનભરના નફા નુકસાન સહિતની તમામ વાતોનો સચોટ રીતે માર્ગદર્શન આપી સત્યતાનો અરીસો બતાવી હકીકત સમજાવતા 181 અભય મહિલા ટીમની શ્રેષ્ઠ કાઉન્સિલિંગથી પીડિત મહિલાના પતિને પોતાની ભૂલ સમજાઈ હતી જેમાં પોતાની ભૂલ સમજાતા મહિલાના પતિએ પોતાની પત્ની તેમજ પુત્રની માફી માંગી હવેથી આવા સંબંધો નહીં રાખવાની તેમજ પર-સ્ત્રીને તેઓ હવેથી પૈસા આપે કે સમય આપે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની છૂટ આપી હતી જેમાં 181 અભયમની ટીમે શ્રેષ્ઠ કાઉન્સિલિંગ કરી એક તૂટતા પરિવારને બચાવ્યો હતો અને પોતાની આવડત અને સૂઝબુજ વડે એક પર-સ્ત્રીના પ્રેમમાં અંધ બનેલા વ્યક્તિની આંખો ખોલી હકીકતનો અરીસો બતાવી પોતાની પત્ની અને પુત્ર તરફ પાછા વાળી સુધરી જવાનો રસ્તો બતાવતા પીડિત મહિલા તથા તેના પુત્રએ 181 અભયમ મહિલા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं