કાલોલ તાલુકાના વિવિઘ ગામો મા ઈંટો ના ભઠ્ઠા ધમધમી રહ્યા છે હાલ કમોસમી વરસાદના કારણે ભઠ્ઠા ને મોટુ નુકશાન થયુ હોવાની વાતો ભઠ્ઠા માલીકો કરી રહ્યા છે અને ઈંટો નુ સંપુર્ણ કામ બંધ હોવાના દાવા કરી રહ્યા છે ત્યારે ગંભીરપુરા વાંટા મા આવેલા મોહિત આલમ ઈસ્લામનબી પઠાણ ના ભઠ્ઠા પર છેલ્લા બે મહિનાથી મજુરી કામ કરતા મદનપાલ ચંદ્રપાલ કશ્યપ રે. ગંભીરપુરા વાંટા મુળ રે. ઉત્તના તા. ગુલારિયા જી બદાયું. ઉત્તર પ્રદેશ ના વતની પોતાની પત્ની સુશીલા અને ચાર સંતાનો અને સગા સંબંધીઓ સાથે રહે છે ગત તા ૦૭/૧૨/૨૩ ના રોજ સાંજે પાંચેક વાગ્યા ના સુમારે પોતાની પત્ની સુશીલા સાથે ઈંટો ના ભઠ્ઠા પર ઈંટો પાડવાનું કામ કરી રહ્યા હતા અને તેઓના બે છોકરા અને એક છોકરી તેઓના સસરા ની રૂમ હતા અને નાની છોકરી નંદીની ઉ. વ. ૦૨ તેઓની રૂમ પર રમતી હતી ત્યારે ભઠ્ઠા માલિકના પાવરટ્રેક મિક્સર મશીન મા માટી ભરવા ટ્રેક્ટર નં જીજે ૦૬ પી એન ૧૫૨૨ ના ચાલક રાધે બીજરાજ જાદવ મુળ રે.બરેનીયા. જી. દાતા ગંજ પોતાના કબજા હેઠળનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે રિવર્સ મા હંકારી લાવતા રૂમની ઓરડી ની ડાબી બાજુએ રમતી બે વર્ષીય બાળા ને અક્સ્માત કરી નીચે પાડી દેતા ટ્રેક્ટર મિક્સર મશીન ના ડાબી બાજુના બે વ્હીલ બાળા ના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ મૃત બાળકીને ભઠ્ઠા માલિકના વાહનમા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પાવર ટેક મિક્સર મશીન ના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.