હારીજ પોલીસ સ્ટાફના જવાનો 14 સપ્ટેમ્બરની રાત્રે રોડા ગામના રોડ પર પેટ્રોલિંગમાં હતા.ત્યારે રાત્રે શંકાસ્પદ રિક્ષામાં ખેતરમા પાણી આપવાનું ફાઇટર મશીન દેખાતા તલાશી ચોરીમાં ગયેલ મશીન અને રીક્ષા સાથે કિ. રૂ.1.12.લાખ ના મુદ્દામાલ સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પોલીસ મહાનિરીક્ષક, જે.આર.મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા વિજયકુમાર પટેલ પોલીસ અધિક્ષક,દ્વારા પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા સારું વાહન ચેકીંગ કરવા સુચના કરેલ હતી.એચ .કે. વાઘેલા સાહેબ રાધનપુરના માર્ગદર્શન અનુસંધાને ગઈ તા. 14 સપ્ટેમ્બર ના રોજ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન હારીજ પોલીસના જવાનો રોડા ચાર રસ્તા પર વાહન ચેકીંગ ની કામગીરી કરતા હતા તે દરમિયાન પોલીસ ની ગાડી જોઈ રીક્ષા ડ્રાઈવર તથા અન્ય ઈસમો રીક્ષા મૂકી નાસી જતા રીક્ષાની તપાસ કરતા તેમાં પાણી ખેંચવાનું મશીન મળી આવ્યું હતું. જેથી મળેલ મુદ્દામાલ ના માલિક નાસી ગયેલ હોય મુદામાલ CrPc કલમ 102 મુજબ કબજે લઈ તપાસ ચાલુ કરતા રિક્ષાના માલિક ની પૂછપરછ દરમિયાન આ મશીન તેણે તેના 2 મિત્રો સાથે મળી સરવાલ કેનાલ પરથી બાવાભાઈ પ્રજાપતિના ખેતર માંથી ચોરી કરી નીકળેલ અને પોલીસ ની ગાડી જોઈ નાસી ગયેલની હકીકત જણાવી હતી. પકડાયેલ આરોપીઓ
અરવિંદજી. લાલાજી ઠાકોર ,
નસીબખાન વાઘાજીખાન બલોચ,આફતાબ રહેમતુલ્લા જેતપૂરી તમામ રહે મફતપુરા તા.સમી ને મુદ્દામાલ
ચોરીમાં ગયેલ મશીન કી.રૂ. 12000
ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ રીક્ષા 1,00,000 મળી કુલ 1.12 ના મુદામાલ સાથે પકડીને હારિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.