કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે મોટા ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ગ્રામ પંચાયત દ્વારા નિયમિત રીતે સાફ-સફાઈ નહીં કરાવતા વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ વધી ગઈ છે આ ઉપરાંત વિકાસના કોઈ કામો થતા નથી. પેવર બ્લોક નાખેલ છે તે ઉખાડી ને આર સી સી બનાવે છે અને આર સી સી બનાવેલો છે ત્યા પેવર બ્લોક નાખી સરકારી નાણા નો વ્યય કરે છે બનેલી ગટરો ઉપર ફરીથી ગટર બનાવી રહ્યા છે. સરપંચ લોકો ની રજુઆત સાંભળતા નથી કોઈનો ફોન ઉપાડતા નથી અને ઉપાડે ત્યારે બહાર છુ તેવુ કહે છે સરપંચ ને બદલે તેઓના પતી વહીવટ કરે છે.જેવી રજુઆતો સાથે મહિલાઓ એ ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરતા સરપંચ ની હાલત કફોડી બની ગઇ હતી ગ્રામજનો એ વિકાસ ના કામો ના પૈસા કયા ગયા? જેવા વેધક સવાલો પૂછયા હતા જે ગટર લાઈન બતાવવામાં આવે છે તે ગટર લાઈન થઈ નથી માત્ર કાગળ પર કામ કરેલ છે. એક તબક્કે ઉશ્કેરાયેલી મહિલાઓએ કામ ન થતુ હોય તો શુ કામ સરપંચ બન્યો છુ તેવુ કહેતા વિડિયો પણ વાઈરલ થયો છે.