ડીસા તાલુકાના એક ગામમાં બે દિવસ અગાઉ નવમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ક્લાસના જીએસ સહિત બે શખ્સો સામુહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદમાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. નામદાર કોર્ટમાં રજૂ કરતા એક સગીર આરોપીને બાળ સુધાર ગૃહ જ્યારે અન્ય એક આરોપીને ડીસા સબજેલમાં ધકેલ્યો છે.
ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ નોંધાઇ છે. જેમાં ભોગ બનનાર સગીર શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે સમયે તેના ક્લાસમાં અભ્યાસ કરતા એક સગીર બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને બાદમાં ભોગ બનનાર સગીર જ્યારે ઘરે એકલો હતો, ત્યારે આ સપાટી સહિત તેનો એક મિત્ર આવી સગીર સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા.
ત્યારબાદ આ બંને શખસો સગીરનો વીડિયો બનાવી જો આ વાત કોઇને કહેશે તો તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવા લાગ્યા હતા. જે મામલે ડીસા તાલુકા પોલીસ મથકે બે દિવસ અગાઉ આ સગીર અને તેના મિત્રો સહિત બે શખસો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા અને બંને આરોપીઓને પકડ્યા બાદ ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરતા સગીર આરોપીને મહેસાણા બાળ સુધારા ગૃહ ખાતે મોકલ્યો હતો. જ્યારે રાહુલ કનુભાઈ મોદી નામના આરોપીને ડીસાની સબજેલમાં ધકેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.